કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વનેતૃત્વના યુવાનોને અંધજન મંડળ સંસ્થાની મુલાકાત કરાવાઈ
યુવાનો સમાજ પ્રત્યે સંવેદનશીલ બની ઉપયોગી થાય સાથે તેમનામાં સેવા અને કરુણાનો ગુણ પેદા થાય તે આશયથી દરેક સર્વ નેતૃત્વ શિબિરના છેલ્લા દિવસે શિબિરર્થીઓને સમાજ ઉત્કર્ષ અને સેવાનું કામ કરતી અલગ અલગ સંસ્થાની મુલાકાત કરાવવામાં આવે છે જેમાં ૧૦૨મી શિબિરના અંતે અમદાવાદ સ્થિત અંધજન મંડળ સંસ્થાની મુલાકાત કરાવાઈ હતી.
૧૯૫૬માં સ્થપાયેલ આ સંસ્થા અંધજનો ઉપરાંત અન્ય વિકલાંગ વ્યક્તિઓ, ઉપરાંત માનસિક બીમાર વ્યક્તિઓ માટે પણ સેવા કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને મુલાકાત દરમિયાન વરિષ્ઠ અને અનુભવી શારદાબેન અને હસમુખભાઈ દ્વારા આઈ.ટી.આઈ સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર, અન્ય ક્લાસરૂમ, ડાર્ક રૂમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરાયા હતા.
મુલાકાત દરમિયાન સંસ્થાના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની સાહેબ અને ડાયરેક્ટર નંદીનીબેન રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન કોરિયાથી આવેલા મહેમાનો સાથે પણ સંવાદનું આયોજન કરાયું હતું. આ મુલાકાતમાં સર્વ વિધાલયની ૧૨ કોલેજના ૭૩ વિધાર્થીઓ જોડાયા હતા જેનું આયોજન ડો. ધર્મેન્દ્ર પટેલ અને રાહુલ સુખડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.