ગાંધીનગર રેલવે સ્ટેશન પર QR કોડથી પૂછપરછની સુવિધા શરૂ
ગાંધીનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરતાં QR કોડ આધારિત પૂછપરછ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે મુસાફરો સ્ટેશન પર મૂકવામાં આવેલા QR કોડને સ્કેન કરીને જરૂરી માહિતી ઓનલાઇન મેળવી શકશે. આ સુવિધા દ્વારા તેઓ રેલવેને લગતા પોતાના પ્રશ્નો પણ પૂછી શકશે.ટેક્નોલોજીના ઉપયોગથી આ સુવિધાને સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સરળતાથી અને ઝડપથી માહિતી મળી રહે. આ નવી પહેલથી મુસાફરોને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતી અને પૂછપરછ કેન્દ્રો પર આધાર રાખવાની જરૂર નહીં રહે. તેઓ પોતાના મોબાઇલ ફોન દ્વારા જ તમામ જરૂરી માહિતી મેળવી શકશે. રેલવે દ્વારા મુસાફરોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.