ahemdabadગુજરાત

અમદાવાદની રબારી વસાહતોના માલધારીઓને જમીન માલિકી હક્ક મળશે

ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને રાહત દરે જમીનની કાયમી માલિકી આપવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અમદાવાદના આશરે 1,100 માલધારી પરિવારોને તેમના ઘરનો માલિકી હક્ક પ્રાપ્ત થશે. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકારે 1960-61માં આ જમીન સંપાદિત કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી હતી, જ્યાં ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરની ચાર વસાહતોમાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ ચારેય વસાહતોનું કુલ ક્ષેત્રફળ 6,57,363 ચોરસ મીટર છે. 50 વર્ષથી વધુ સમયથી આ પ્લોટ પર રહેતા માલધારી સમાજે જમીન માલિકી હક્ક માટે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આ માંગણીને સ્વીકારીને જંત્રીના માત્ર 15 ટકા દરે જમીન વેચાણથી આપવાનો નિર્ણય કર્યો છે. મૂળ ફાળવણીદારોના વારસદારોને ટ્રાન્સફર ફી તરીકે રૂ. 1,000 અને અન્ય કબજેદારોને રૂ. 20,000 ભરવાના રહેશે. આ સાથે બાકી વેરા અને ભાડા પણ ભરવાના રહેશે. આ નિર્ણયથી માલધારી સમાજની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x