સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા “વર્લ્ડ હેલ્થ ડે”ઉજવાયો
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા “વર્લ્ડ હેલ્થ ડે” ઉજવણી તા. 7/4/2025 ના રોજ કરવામાં આવી. “વર્લ્ડ હેલ્થ ડે” નિમિતે ‘”આરોગ્યપ્રદ શરૂઆત, આશાવાદી ભવિષ્ય” થીમ 2025 પર કોલેજના વિધાર્થીઓ દ્વારા સી.એમ. પટેલ નર્સિંગ કોલેજમાં, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉનાવા, જેવી વિવિધ જગ્યાએ પોસ્ટર દ્વારા દર્દીઓને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી તથા ઉનાવાના આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસ કરીને પોષણ યુક્ત આહાર વિષે માહિતી આપવામાં આવી હતી. સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સીપાલ ડો.રાજેશ રાવલ, વા.પ્રિન્સીપાલ પ્રો.ભાવીષા પટેલ, દ્વારા આ વિવિધ જગ્યાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તથા સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના કાર્યક્રમમાં કોલેજના અસોસિયેટ પ્રો. ડો. શાલીની નાયર, પલક પટેલ, શ્રધ્ધા ગજ્જર,સોયેબખોખર,નિહારિકા નીનામા,અર્પિતા પટેલ, પૂજા શર્મા, અનિલ રખીયાણીયા, કૃપાલી વોરા ફોરમ રાણા ઉપસ્થિત રહ્યા હતા.ઉનાવાના કાર્યક્રમનું માર્ગદર્શન કોલેજના અસોસિયેટ પ્રો. ડો. બિંદી પટેલ, નમ્રતા ડોબરિયા, મિનાક્ષી દાસ દ્વારા આપવામાં આવી.
વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ મહત્વપૂર્ણ આરોગ્ય મુદ્દાઓ પર જાગૃતિ વધારવા અને વૈશ્વિક કાર્યવાહીને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. માતૃ અને નવજાત આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વધુ સારી આરોગ્ય સેવાઓની જરૂરિયાત પર ભાર મૂકે છે.