કલોલ અને ચિલોડામાં ત્રણ કેબલ ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ
ગાંધીનગર એલસીબીએ મુબારકપુર પાસેથી કેબલ ચોરી કરતી ટોળકીના બે સાગરિતો, મેહુલ ઠાકોર અને ચેતન ઠાકોરને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹ 18,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ગેંગે કલોલ અને ચિલોડા વિસ્તારમાં ત્રણ ચોરીઓ કરી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટીનાજી ઠાકોર નામનો એક આરોપી ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. જિલ્લામાં વધી રહેલી કેબલ ચોરીના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.