અમેરિકામાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા ચૂંટણી પ્રક્રિયા પર સવાલ
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનના આંકડાઓ રજૂ કરતા જણાવ્યું કે, ચૂંટણી પંચે સાંજે 5:30 વાગ્યા સુધીના મતદાનના આંકડા આપ્યા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે 65 લાખ લોકોએ મતદાન કર્યું હતું, જે શારીરિક રીતે અશક્ય છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘એક મતદારને મત આપવા માટે લગભગ 3 મિનિટ લાગે છે. આ આંકડાઓનો અર્થ એ થાય છે કે લોકોએ આખી રાત મતદાન કર્યું હતું, જે શક્ય નથી. તેમણે ચૂંટણી પંચ પર સમજૂતી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.