ગાંધીનગર

નિસર્ગ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ ધરતી દિવસની ઉજવણી કરવામાં આવી 

ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવુંત્તિઓમાં કેટલાક મહત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં  ૨૨ એપ્રિલ ધરતી દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના બધા  દેશો આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને ધરાની માવજત માટે કટીબધ્ધ બની રહેવા માટે સંકલ્પો લે છે.    આ વર્ષે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,પ્રાદેશિક કચેરી,ગાંધીનગર અને નિસર્ગ સાયન્સ સેન્ટરના સયુંકત ઉપક્રમે ૨૨ એપ્રિલ ના રોજ ધરતી દિન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે  ચિત્ર સ્પર્ધા નુ  આયોજન કરવામાં આવ્યું હતું . દર વર્ષે ધરતી દિન ઉજવણી ચોક્કસ વિષય આધારિત કરવામાં આવે છે. આ વર્ષની થીમ Our Power, Our Planet” છે. આ વિષયને અનુલક્ષીને વિદ્યાર્થીઓની કેટેગરી A(ધો- ૪ થી ૭) તથા કેટેગરી B(ધો – ૮ થી ૧૦) માં ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ડૉ આર.એમ.રામાનુજ,(વૈજ્ઞાનિક અધિકારી)ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,પ્રાદેશિક કચેરી,ગાંધીનગર,અને શ્રી સમીર રામી (પ્રમુખ હેપી યુથ ક્લબ ) ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.અનીલ પટેલ,મેનેજિંગ ટ્રસ્ટી- નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર કર્યું હતું. તેમને વિદ્યાર્થીઓને આવી પ્રવુતિઓમાં સતત ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. ચિત્રસ્પર્ધા માં  કેટેગરી -૧ માં પ્રથમ નંબરે અનીન્દીતા દાસ દ્વિતિય નંબરે અનીશા વ્યાસ તૃતીય નંબરે નિમિષા સિંગ  તથા આશ્વાસન ઇનામ અનન્યા સિંગ  અને જાનવી ટેલરને મળ્યા હતા કેટેગરી -૨ માં પ્રથમ નંબરે સહજ રામાની,દ્વિતિય નંબરે હમ્સીની ઓઝા,તૃતીય નંબરે સિદ્ધિ સિંગ તથા આશ્વાસન ઇનામ સ્વરેન અસોડીયા અનેરીશીકા શર્માને મળ્યા હતાવિજેતા થનાર વિદ્યાર્થીને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. હેપી યુથ ક્લબ તરફથી તમામ વિદ્યાર્થીઓને પૂંઠા માંથી બનાવેલ ચકલી ઘર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના સંયોજક શ્રી શિવાંગ પટેલ ,શ્રી હાર્દિક ભટ્ટ,શ્રી હાર્દિક મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી. 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x