“કોલવડાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવારથી ડીપ કોમાનો દર્દી થયો સ્વસ્થ”
તા. 26. 03.25 ના રોજ દર્દી …………… હોસ્પિટલ થી રજા લઈ અમારા હોસ્પિટલ ખાતે આવ્યો. દર્દી કોમા માં હતો. તેની તપાસ કરતા કોઈ રિસ્પોન્સ નોતું. MRI માં Hepato Cerabral Degeneration Changes હતા. લોહી માં એમોનિયાનો સ્તર વધારે હોવાથી (Hyperamoniemia) દર્દી કોમા માં સરી ગયો હતો. ડોક્ટર ના મુજબ દર્દીની દારૂની લત હોવાથી એવું બન્યું હતું.
સ્ટેટ મોડલ આયુર્વેદ હોસ્પિટલ ખાતે અગદતંત્ર વિભાગ ખાતે ડૉ સમતા તોમર ની દેખરેખ હેઠળ દર્દી ને દાખલ કરી કાયચિકિત્સા વિભાગના ડૉ અનુપ ઇન્દોરિયા અને ડૉ સમતા તોમર દ્વારા દર્દી ની સારવાર કરવામાં આવી હતી. દર્દી ભાનમાં ના હોવાથી આયુર્વેદિક સારવાર બહુ મુશ્કેલ હતી પરંતુ દરેક દવાને નાકની નળી (રાયલ્સ ટ્યુબ) દ્વારા પ્રવાહી સ્વરૂપમાં દવાઓ આપવામાં આવી અને પંચકર્મની બસ્તી ચિકિત્સા (લેટ્રીન રસ્તે થી દવા), નસ્ય (નાકના રસ્તે થી દવા) આપવામાં આવી. દર્દીને 10 દિવસ સુધી માત્ર દૂધ પર રાખવામાં આવેલ. ચાર દિવસ ની સારવાર પછી દર્દી ડીપ સ્ટીમ્યુલેશન ને રિસ્પોન્ડ કરવા લાગ્યો. અઠવાડિયાની સારવાર પછી દર્દી ભાનમાં આવ્યો અને 2 અઠવાડિયાની સારવાર પછી દર્દી મોંઢા થી દવા લેવામાં શક્ય બન્યું. આજે દર્દીની ફરીથી લોહીની તપાસ અને MRI કરવામાં આવી જેમાં એમોનિયાનું સ્તર નોર્મલ આવી ગયું અને મસ્તિષ્કમાં આવેલ Hepato Cerabral Degeneration Changes પણ નોર્મલ થયા છે. દર્દી હવે સંપૂર્ણ પણે સ્વસ્થ છે.