ગાંધીનગર

ગાંધીનગર ફાયર વિભાગ આઉટસોર્સિંગના ભરોસે! માત્ર ૪ કાયમી કર્મચારીઓ

ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં આગની અનેક દુર્ઘટનાઓ બની છે, જેમાં સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ (૨૦૧૯) અને રાજકોટનો TRP ગેમઝોન અગ્નિકાંડ (૨૦૨૪) મુખ્ય છે. આ ગોઝારી ઘટનાઓએ ફાયર સેફટીના નિયમો અને ફાયર વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા. તેમ છતાં, ગાંધીનગરના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (GFES)માં સ્ટાફની ગંભીર અછત હોવાનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે.

અહેવાલ અનુસાર, GFESમાં ફક્ત ચાર જ કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ફાયરફાઈટર્સ અને ડ્રાઇવરો સહિત મોટા ભાગનો સ્ટાફ ખાનગી એજન્સીઓ દ્વારા આઉટસોર્સ કરવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે વિભાગે ૨૦૦૨થી એક પણ કાયમી કર્મચારીની ભરતી કરી નથી. વિભાગની આ બેદરકારીને લીધે શહેરની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગાંધીનગરની વસ્તી ૨.૦૬ લાખ હતી, જે હાલમાં અંદાજે ૩ લાખથી વધુ હોવાનું માનવામાં આવે છે. ૧૨૪૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ શહેર માટે એક મજબૂત અને કાર્યક્ષમ ફાયર સર્વિસ અત્યંત જરૂરી છે. પરંતુ, વિભાગની મુખ્ય ટીમમાં માત્ર ચાર જ લોકો હોવાથી લાખો નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x