પહેલગામ હુમલાના આતંકીઓના ઘર પર સેનાની મોટી કાર્યવાહી
જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા પ્રવાસીઓ પરના હુમલાના આરોપી સ્થાનિક આતંકીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી આદિલ હુસૈન થોકરનું અનંતનાગ સ્થિત ઘર બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય આરોપી આસિફ શેખનું ત્રાલ સ્થિત ઘર બુલડોઝરથી તોડી પડાયું છે. આદિલ પર હુમલાની યોજના બનાવવાનો અને પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. સેનાના સૂત્રો અનુસાર, આદિલે પાકિસ્તાનમાં તાલીમ પણ લીધી હતી. તંત્રની આ કાર્યવાહી આતંકવાદીઓને સખત સંદેશ આપવા અને તેમની મદદ કરનારાઓને ડરાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. પહેલગામમાં થયેલા આ હુમલામાં ૨૬ લોકોના જીવ ગયા હતા.