ગીર સોમનાથમાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે પોલીસ કોન્સ્ટેબલને ડિસમિસ નોટિસ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે પોલીસ કોન્સ્ટેબલને સખત કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કરશન લાખા રાઠોડ અને બિપિન ગિરી વાલમ ગિરી ગોસ્વામીને ડિસમિસ કરવાની નોટિસ ફટકારી છે. આ બંને પોલીસ કર્મચારીઓના નામ ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં સામે આવ્યા હતા. આ ગંભીર બાબતની જિલ્લા પોલીસ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બંને પોલીસ કોન્સ્ટેબલ દોષિત જણાતા પોલીસ વડા દ્વારા તેમને ડિસમિસ કરવાની નોટિસ આપવામાં આવી છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને અન્ય કર્મચારીઓમાં પણ કડક સંદેશ ગયો છે.