અમદાવાદ: ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર સ્ટ્રાઈક હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પહેલાં પોલીસે મહત્વની કામગીરી કરી હતી. ડિમોલિશનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં સ્થળ પર કેદ કરીને રાખવામાં આવેલા અબોલ જીવોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, આ વિસ્તારમાં કબૂતર, મરઘીઓ તેમજ શ્વાનોને કેદ કરીને રાખવામાં આવ્યા હતા. પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોએ સંયુક્ત રીતે આ જીવોને સલામત રીતે મુક્ત કરાવ્યા બાદ જ બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હાલમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને આ કાર્યવાહી કયા કારણોસર કરવામાં આવી રહી છે તેની વિગતો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.