વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો છે. રોહિત શર્માની નિવૃતિના થોડા દિવસો પછી રેડ બોલ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હવે એક એવો સમય આવી ગયો છે કે, જ્યારે T20 અને ટેસ્ટ, હાલમાં બંન્ને ફોર્મેટમાં રોહિત અને વિરાટની જોડી જોવા નહીં મળે. 36 વર્ષીય કોહલીનું ટેસ્ટ કરિયર જૂન 2011માં શરુ થયું અને પોતાના 14 વર્ષ લાંબા કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ તોડ્યા છે.