ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકોની નોંધણી કરવા માટે રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરાશે

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ગાંધીનગર જિલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીઓ મામલતદારશ્રી, ગાંધીનગર , દહેગામ,માણસાતથા કલોલ ખાતે તા.૧૫/૦૫/૨૦૨૫ અને ૧૭/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાક થી સાંજના ૦૪:૦૦ કલાક દરમિયાન સ્વયંસેવકની નોંધણી કરાશે. જે નાગરિકો રાષ્ટ્ર સેવા કરવાના ઉદ્દેશ્યથી સિવિલ ડિફેન્સ સાથે જોડાવા માંગતા હોય તેઓ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝનો એક ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/મિલકત વેરા પૈકી કોઈ પણ બે પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટે ભારતીય નાગરિકતા ધરાવતા 18 વર્ષ કે તેથી ઉપરના નિરોગી, તંદુરસ્ત તમામ વ્યક્તિઓ જોડાઇ શકે છે.

ગાંધીનગર જિલ્લામાં સિવિલ ડિફેન્સ માટે સ્વયંસેવકોની નોંધણી કરવા માટેની આ કવાયતમાં વધુમાં વધુ દેશભક્તો જોડાય તેવી જાહેર જનતાને કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,NSS/NCC/NYKS,Ex.Army. પ્રાઈવેટ/ખાનગી સિક્યોરીટીને પ્રાથમિકતા આપવામાં આવશે. જરૂર જણાયે આપતકાલીન પરિસ્થિતિમાં તેઓની સેવાઓ લેવામાં આવશે તથા કોઇ પણ પ્રકારના વળતર મળવાપાત્ર રહેશે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x