ગાંધીનગર

ગાંધીનગરમાં યુદ્ધ સમયની તૈયારી: ટીંટોડા, શેરથા, ભોયણ રાઠોડમાં સિવિલ ડિફેન્સ તાલીમ

ગાંધીનગર જિલ્લા માં તાલીમ ટીંટોડા ગ્રામ , શેરથા ગ્રામ , ભોયણ રાઠોડ ગ્રામ માં યુદ્ધ સમયે નાગરિકોના દ્વારા પોતાનું તથા અન્ય નાગરિકોના બચાવ માટેની ટ્રેનિંગ અને અવેરનેસ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો.

જેમાં ગાંધીનગર CIVIL DEFENSE સિવિલ ડિફેન્શ ના પોસ્ટ વોર્ડન ગજેન્દ્રસિંહ બારડ દ્વારા તાલીમ આપવામાં આવી તથા ટીમ સ્વયંસેવકો નવીન ચૌધરી, જયવીરસિંહ વાઘેલા ,હિરેનસિંહ મસાણી સાથે રાખીને ગાંધીનગર ખાતે કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે શુ તાત્કાલિક ધોરણે શુ પગલાં લેવા તે હેતુથી નાગરિકો દ્વારા પોતાના તથા નાગરિકોના બચાવ માટે માટેની તાલીમ આપવામાં આવી અને રેસ્ક્યુ ની અલગ અલગ મેથડ બતાવવામાં આવી ઈજાગ્રસ્ત તથા રેસ્ક્યુ કરેલા માણસોને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરીને તેઓને આશ્રયસ્થળ કેવી રીતે લઈ જવા માટેની તાલીમ આપવામાં આવી .સાયરન વગાડી તેના અલગ અલગ અવાજનો શું મતલબ થાય તે વિશે માહિતી આપવામાં આવી.

આપાતકાલીન પરિસ્થિતિમાં થયેલી આપદામાંથી બચવા માટે તેની જાણકારી આપવામાં આવી હતી. જેમાં ગામના તલાટી સરપંચ તથા અન્ય ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x