“ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન: બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીની યોજનાઓની શરૂઆત કરાઇ
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” અંતર્ગત બાગાયત ખાતાની યોજનાઓના અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર” વિષય પર ૨૧,મે ના રોજ દહેગામ તાલુકાના જય અંબે પ્રાકૃતિક મોડલ ફાર્મ, લીહોડા અને કલોલ તાલુકાના કેશવ બાગ ફાર્મ, પાનસર, કલોલ, ખાતે ખેડૂત તાલીમનુ આયોજન કરવામાં આવ્યું છે. દહેગામ તાલુકાની તાલીમમાં કુલ ૧૦૩ ખેડૂત મિત્રોએ તથા કલોલ તાલુકાની તાલીમમાં કુલ ૧૦૨ ખેડૂત મિત્રોએ હાજર રહી તજજ્ઞો પાસેથી જરુરી માર્ગદર્શન મેળવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,આ તાલીમ અંતર્ગત ખેડૂત મિત્રોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ તથા ચાલુ વર્ષે નવા અમલમાં આવેલ આઇ-ખેડૂત પોર્ટલ વિષે, બાગાયતી પાકોમાં મુલ્યવર્ધન અને સ્વરોજગારી, ખેતીમાં આધુનિક પધ્ધતી, ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમજ PMFME યોજના અંગે માહિતી મેળવી હતી. આ ક્રાર્યક્રમમાં બાગાયત ખાતા, ખેતીવાડી ખાતા તથા અન્ય વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓએ હાજર રહી જરૂરી માહિતી પુરી પાડી હતી તથા આ બંન્ને તાલીમોનું વ્યવસ્થાપન નાયબ બાગાયત નિયામકશ્રીની, કચેરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.