મોરબી: ટંકારાના લજાઈ નજીક હોનેસ્ટ હોટલમાં મારામારી, માફીનો વીડિયો વાયરલ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલી હોનેસ્ટ હોટલમાં મારામારીની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હોટલમાં રૂમ રાખવા બાબતે હોટલના સ્ટાફ અને કેટલાક લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના બાદ, મારામારીમાં સામેલ લોકોએ પોતાનો માફી માગતો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ હોટલના સ્ટાફ સાથે ગેરવર્તન થયું હોવા બદલ માફી માગતા હોવાનું જણાવી રહ્યા છે. આ ઘટનાએ ટંકારા પંથકમાં ચર્ચા જગાવી છે.