ગાંધીનગર: સચિવાલયના 65 સેક્શન અધિકારીઓને ઉપસચિવ તરીકે બઢતી
ગાંધીનગરમાં સચિવાલયમાં ફરજ બજાવતા સેક્શન અધિકારીઓ (વર્ગ-2) માટે સારા સમાચાર આવ્યા છે. કુલ 65 સેક્શન અધિકારીઓને ઉપ સચિવ (વર્ગ-1) તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી પામેલા આ તમામ અધિકારીઓની રાજ્ય સરકારના અન્ય વિભાગોમાં ઉપસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમને તાત્કાલિક ધોરણે બદલી કરાયેલા વિભાગમાં હાજર થવા આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ બઢતી અને બદલીઓમાં ઉપસચિવ એમ. જી. બંધિયાનો પણ સમાવેશ થાય છે, જેમની વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં બદલી કરવામાં આવી છે. આ નિર્ણયથી સચિવાલયના વહીવટી માળખામાં ફેરફાર જોવા મળશે.