ગુજરાત

સુરત: ગુજરાત ATS દ્વારા પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, હની ટ્રેપની આશંકા

સુરત: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને મોટી સફળતા મળી છે. ATS એ એક પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે, જે લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ સામે લડી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાની મહિલાને સંવેદનશીલ માહિતી અને ફોટા પહોંચાડવામાં આવ્યા હતા. આ પાકિસ્તાની મહિલા દ્વારા આ જાસૂસને રૂપિયા પણ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરતના સાંસદ મુકેશ દલાલે ગુજરાત ATSની આ કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રાથમિક જાણકારી મુજબ, આ જાસૂસ હની ટ્રેપમાં ફસાયો હોવાની શક્યતા છે. આ જાસૂસ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ ઘટના બનાસકાંઠામાં ઘૂસણખોરને ઠાર કરવાના મામલા સાથે પણ સંબંધિત હોઈ શકે છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x