ahemdabadગુજરાત

અમદાવાદ: વડાપ્રધાનના રોડ શોને લઈને ટ્રાફિક પોલીસની માર્ગદર્શિકા જાહેર

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી રોડ શોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. અમદાવાદથી ગાંધીનગર અવર-જવર કરતા નાગરિકોને બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

વૈકલ્પિક માર્ગો:

  1. સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ.
  2. ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે.

જે પ્રવાસીઓની ફ્લાઇટ સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે છે, તેમને પોતાના ઘરેથી રોજિંદા સમય કરતાં બે કલાક વહેલા નીકળવાનું આયોજન કરવા જણાવાયું છે. ફ્લાઈટની ટિકિટ કોઈ પોલીસ જવાન માંગે ત્યારે બતાવવી જેથી એરપોર્ટ પહોંચવામાં સરળતા રહે. આ માર્ગદર્શિકાનો હેતુ વડાપ્રધાનના રોડ શો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવાનો અને નાગરિકોને અગવડ ન પડે તેની ખાતરી કરવાનો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x