ગુજરાત

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રીથી ખળભળાટ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ LF.7 નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. દેશભરમાં LF.7 વેરિયન્ટના કુલ ચાર કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત, NB 1.8.1 વેરિયન્ટનો પણ એક કેસ દેશમાં નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આ બંને નવા વેરિયન્ટ્સ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રાથમિક વિગતો અનુસાર, આ બંને વેરિયન્ટ્સને કારણે જ કોરોનાના કેસમાં હાલ વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે. આ નવા વેરિયન્ટ્સના મુખ્ય લક્ષણોમાં ગળામાં ખરાશ, થાક લાગવો, સામાન્ય કફ, તાવ, સ્નાયુમાં દુખાવો, માથામાં દુખાવો, ઉબકા આવવા, ભૂખ ન લાગવી અને પેટ સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. NB 1.8.1 વેરિયન્ટ અન્ય વેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાય છે, જે ચિંતાનો વિષય છે. નાગરિકોને સાવચેતી રાખવા અને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *