સોમનાથ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થતાં પ્રવાસીઓમાં ઉત્સાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹24,000 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ ઐતિહાસિક પ્રસંગે, તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ (સોમનાથ) અને સાબરમતી (અમદાવાદ) ને જોડતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
સોમનાથ દર્શન અર્થે આવતા દર્શનાર્થીઓએ સરકારના આ પગલાંને ભારે ઉત્સાહ સાથે સરાહ્યું હતું. ટ્રેનના પ્રથમ પ્રવાસીઓએ આરામદાયક અને ઝડપી મુસાફરીનો અનુભવ વ્યક્ત કરતા ખૂબ ખુશી વ્યક્ત કરી અને વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટ્સ ગુજરાતના વિકાસમાં, ખાસ કરીને પ્રવાસન અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં, મહત્વપૂર્ણ યોગદાન આપશે.