જૂનાગઢ: ચોરવાડ નગરપાલિકાના જુનિયર ઈજનેર લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા
જૂનાગઢ: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ નગરપાલિકાની બાંધકામ શાખાના જુનિયર ઈજનેર રાજેશકુમાર સેવરાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. રાજેશકુમાર સેવરા ₹1.43 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, વર્ષ-2022માં વોર્ડ નંબર-2 માં કરવામાં આવેલા પેવર બ્લોકના કામના બિલ પાસ થઈ ગયા હતા. આ બિલનો ચેક આપવા માટે ઈજનેર રાજેશકુમાર સેવરાએ બિલના 15% લેખે ₹1.46 લાખની લાંચની માંગણી કરી હતી. ACB દ્વારા આ અંગે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચ લેતી વખતે જ આરોપી રાજેશકુમાર સેવરાની ધરપકડ કરવામાં આવી હતી.
ACB એ આ મામલે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. ACB ની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું દર્શાવે છે.