ahemdabadગુજરાત

અમદાવાદ: વાડજમાં વ્યાજના વિવાદે ચાકુ મારતા બેની ધરપકડ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં પૈસાની લેતીદેતી મામલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિનરલ વોટરનો ધંધો કરતા હરેશગીરી ગોસ્વામીના ગળા પર ચાકુ મૂકી ધમકી આપવાનો એક વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાથમિક વિગતો મુજબ, હરેશગીરીએ બલદેવસિંહ પાસેથી એક લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજ કાપીને રોજના ૧૦૦૦ રૂપિયા પરત આપવાની શરતે લીધા હતા. હરેશગીરીએ GPay અને રોકડ દ્વારા ૭ હજાર, ૧૧ હજાર, અને ૪ હજાર રૂપિયા બલદેવસિંહને ચૂકવ્યા હતા. જોકે, પૈસાની ચૂકવણી થઈ ગયા હોવા છતાં, બલદેવસિંહ દ્વારા વધારાના પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આ મામલે બોલાચાલી થયા બાદ હરેશગીરીના ગળા પર ચાકુ મૂકવામાં આવ્યું હતું અને તેમને પીઠના ભાગે ઈજા પણ પહોંચાડવામાં આવી હતી.

આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બનાવથી શહેરમાં વ્યાજખોરોનો આતંક ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *