ગુજરાત

75 વર્ષ બાદ જાણીતી બ્રાન્ડ હેવમોરે પોતાનું નામ બદલી ‘હોક્કો’ રાખ્યું.

અમદાવાદ :

હેવમોર પોતાના આઇસક્રીમ માટે ખુબ પ્રચલિત રહી છે, જેને બે વર્ષ અગાઉ દક્ષિણ કોરિયાની લોટ્ટે કંપનીને વેચી દીધી હતી. હેવમોર કંપની ચોના પરિવાર ચલાવે છે. આઇસક્રીમ બિઝનેસના વેચાણ બાદ HRPLએ રેસ્ટોરન્ટ બિઝનેસ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

અમદાવાદ ખાતે કંપનીના ચેરમેન પ્રદીપ ચોનાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હેવમોરની બ્રાન્ડ તરીકે લોકોમાં એક આગવી ઓળખ છે, પરંતુ આ સમય પ્રમાણે તેને મેકઓવર કરવું વધારે યોગ્ય લાગ્યું અને જેથી અમે નવું નામ આપવાનો નિર્ણય કર્યો હતો. અમને આશા છે કે, લોકો અમને આ નવા નામ સાથે પણ સ્વીકારશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, બ્રાન્ડનું મેક ઓવર કરવાની સાથે રેસ્ટોરન્ટનો પણ મેક ઓવર થશે. હાલમાં હેવમોરની રાજસ્થાન અને ગુજરાતમાં કુલ 40 હેવમોર ઈટરી અને 12 રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ તમામનું ઈન્ટિરયર બદલવામાં આવશે. માર્ચ 2020 સુધીમાં આ તમામ રેસ્ટોરન્ટ્સ હોક્કો બ્રાંડમાં બદલાઈ જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x