અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા: ૨૩ હજારથી વધુ જવાનો તૈનાત, ૩૫૦૦ CCTVથી મોનિટરિંગ
અમદાવાદ: ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય ૧૪૮મી રથયાત્રા આવતીકાલે અમદાવાદમાં નીકળવાની છે. આ ઐતિહાસિક પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહ પ્રધાને હર્ષ સંઘવીએ પણ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
સુરક્ષાના ભાગરૂપે ૨૩,૮૮૪ જવાનો ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત, સમગ્ર રથયાત્રા રૂટનું ૩૫૦૦ સીસીટીવી કેમેરા દ્વારા ગુજરાત પોલીસ મોનિટરિંગ કરશે. ફાયર વિભાગ દ્વારા પણ અકસ્માત કે આગ જેવી ઘટના સમયે ૨ થી ૪ મિનિટમાં પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. રથયાત્રા દરમિયાન રૂટને સમયાંતરે ટ્રાફિક મુક્ત રખાશે. દિલ્હી દરવાજાથી નરોડા એસટી વર્કશોપ કેબિન સુધીના કેટલાક મુખ્ય માર્ગો સંપૂર્ણપણે બંધ રહેશે.