દેહગામના પાટો હીરાતલાવ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના શુભારંભ નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દેહગામ તાલુકાના પાટો હીરાતલાવ પ્રાથમિક શાળામાં ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરેલ. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષક ગણ, સરપંચશ્રી, ગ્રામ જનો હાજર રહેલ. તથા બાળકોને કીટ તેમજ પ્રથમ ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ અને “બેટી બચાવો બેટી પઢાવો” અંગે માહિતી આપવામાં આવેલ તેમજ ઉપસ્થિત ગ્રામ જનો અને મહિલાઓ અને કિશોરીઓને મહિલા બાળ અઘિકારીશ્રીની કચેરીમાં ચાલતી મહિલાલક્ષી યોજના અંગે માહીતી આપવામા આવેલ. તેમજ આચાર્યશ્રી ગૌતમભાઈ પરમાર બાળકોને વધુ ભણવા માટે અને જીવનમાં પ્રગતી કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. તથા મહિલા અને બાળ અધિકારી કચેરીના (ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન)માંથી ઉપસ્થિત રહેલ કર્મચારીશ્રી અંકીતાબેન જી. વાળંદે દીકરીઓને કાયદાકીય અધિનિયમ કામકાજના સ્થળે જાતીય સતામણી અને ભણતર ખૂબ મહત્વ છે તેના માટે વિધાર્થીનીઓને વધુ ભણે તેવું આહ્વાન કરેલ. દીકરીઓને આગળ ભણવાનું પ્રોત્સાહન આપેલું.