ગુજરાત

ઓલા-ઉબેર માટે નવા નિયમો જાહેર: પીક અવરમાં બમણું ભાડું, ડ્રાઇવરોને વીમો ફરજિયાત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઓલા, ઉબેર, ઇનડ્રાઇવ અને રેપિડો જેવી કેબ કંપનીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેનો હેતુ યાત્રીઓની સુવિધા અને ડ્રાઇવરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ નિયમો હેઠળ, હવે પીક અવરમાં કંપનીઓ બેઝ ભાડાથી બમણું ભાડું વસૂલી શકશે, જે અગાઉ દોઢ ગણું હતું. જોકે, ઓછી ભીડવાળા સમયે ભાડું બેઝ ભાડાથી અડધું નહીં થાય.

રાજ્યોને આ નિયમો ત્રણ મહિનામાં લાગુ કરવા જણાવાયું છે. નવા નિયમો રાઇડ રદ કરવા પર દંડની જોગવાઈ પણ કરે છે: જો ડ્રાઇવર રાઇડ રદ કરે તો ૧૦% ભાડું અથવા મહત્તમ ૧૦૦ રૂપિયા દંડ લાગશે, જે ડ્રાઇવર અને કંપની વચ્ચે વહેંચાશે. આ ઉપરાંત, કેબ કંપનીઓએ ડ્રાઇવરો માટે ઓછામાં ઓછો ૫ લાખ રૂપિયાનો હેલ્થ વીમો અને ૧૦ લાખ રૂપિયાનો ટર્મ વીમો ફરજિયાત કરવો પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *