ગુજરાત

મેઘતાંડવ: ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદનું સંકટ ઊભું થયું છે, જેમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વાહનચાલકો અને મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોના જીવ અને માલની સુરક્ષા માટે તંત્ર સજ્જ છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અરવલ્લી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *