ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈના રોજ યોજાશે

ગાંધીનગર જિલ્લા કક્ષાનો જુલાઈ-૨૦૨૫નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૪ જુલાઈ, ગુરુવારે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી, ગાંધીનગરના સમિતિ ખંડ ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરી શકશે. જોકે, અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે ૧૦ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહેશે. મહત્વની વાત એ છે કે, આ કાર્યક્રમમાં જે પ્રશ્નોમાં કોર્ટ કેસ ચાલુ હોય તેવા પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, અરજદારે જાતે રૂબરૂ હાજર રહીને એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે અને સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં. આ કાર્યક્રમ નાગરિકોને તેમની ફરિયાદો સીધા સરકારી અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *