અમદાવાદમાં મેગા ડિમોલિશન: સરખેજ-જુહાપુરા રોડ પર દબાણો હટાવાયા
અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે (9 જુલાઈ) રાત્રે સરખેજ-જુહાપુરા રોડ પરના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગતરોજ આ અંગે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા આ વ્યસ્ત રોડ પર બ્રિજ બનાવવા અને રસ્તાને પહોળો કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB અને પોલીસનો મોટો કાફલો તેમજ AMC ના અધિકારીઓ સ્થળ પર હાજર છે. વિશાલા સુધીના રસ્તા પરની બંને બાજુની ગેરકાયદે દુકાનો, રહેણાંક માળખાં અને ધાર્મિક સ્થાનોના બાંધકામને દૂર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ-કચ્છને જોડતા આ રોડ પર હજારો વાહનો પસાર થતા હોવાથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. વર્ષોથી સરકારી જગ્યાઓ પર થયેલા આ દબાણોને નોટિસ અપાઈ હોવા છતાં કાર્યવાહી ન થતા, અંતે તંત્ર દ્વારા ચંડોળાની જેમ જ મધ્યરાત્રિએ આ મેગા ડિમોલિશન (mega demolition) ઓપરેશન (operation) શરૂ કરાયું છે.