અમેરિકા: Kentucky Church Shooting: બેના મોત, હુમલાખોર કરાયો ઠાર
અમેરિકાના કેન્ટુકી સ્ટેટના લક્સિંગટનમાં આવેલા રિચમંડ રોડ બાપ્ટિસ્ટ ચર્ચ (Richmond Road Baptist Church) માં થયેલા ગોળીબારથી સનસનાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બે પુરુષો ઘાયલ થયા છે, જેમાંથી એકની સ્થિતિ નાજુક છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને પણ ઠાર કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરે પહેલા એરપોર્ટ નજીક એક પોલીસ જવાનને ગોળી મારી ઈજાગ્રસ્ત કર્યો હતો અને પછી તેનું વાહન છીનવીને ચર્ચ તરફ ભાગ્યો હતો. પોલીસ ટીમે તેનો પીછો કરીને ચર્ચમાં તેને ઠાર માર્યો. લક્સિંગટન પોલીસ વિભાગ દ્વારા આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ હુમલાખોર ચર્ચના કેટલાક લોકોને ઓળખતો હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. આ ઘટનાએ અમેરિકામાં સલામતી (safety) અને આર્મ્સ કંટ્રોલ (arms control) અંગેની ચિંતાઓમાં વધારો કર્યો છે.