છત્રાલમાં મહિલા હોમગાર્ડ જવાનો પર Acid Attack: 5 જવાનો ઇજાગ્રસ્ત, આરોપી ઝડપાયો
ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોલ (Kalol) તાલુકાના છત્રાલ (Chhatral) ઓવરબ્રિજ નીચે ફરજ બજાવી રહેલા ચાર મહિલા હોમગાર્ડ (Lady Home Guard) અને એક પુરૂષ હોમગાર્ડ (Male Home Guard) પર એસિડ એટેક (Acid Attack) થતા સનસનાટી મચી ગઈ છે. આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ ભાવનાબેન (Bhavanaben) વધુ દાઝી ગયા છે, જેમની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર ચાલી રહી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રિક્ષાચાલક અશોક રાવતને (Ashok Rawat) ઝડપી લીધો છે.
પ્રાથમિક માહિતી મુજબ, શુક્રવારે સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલન (Traffic Management) કરી રહ્યા હતા ત્યારે ભાવનાબેને (Bhavanaben) એક રિક્ષાચાલકને રિક્ષા ખસેડવાની સૂચના આપી હતી. આટલી વાતમાં ઉશ્કેરાઈને રિક્ષાચાલક બોલાચાલી કરવા લાગ્યો હતો. તેને પોલીસ મથકે લઈ જઈ ઠપકો આપી જવા દેવાયો હતો. જોકે, આ વાતની અદાવત રાખીને અશોક રાવત (Ashok Rawat) થોડીવાર બાદ એસિડ ભરેલી બોટલ લઈને પાછો આવ્યો અને પાંચ હોમગાર્ડ જવાનો પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ ઘટનાથી પોલીસ (Police) વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.