અમદાવાદ, ખેડા, આણંદમાં Flood Alert: સાબરમતી નદી ભયજનક સપાટીએ
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે અમદાવાદ (Ahmedabad), ખેડા (Kheda) અને આણંદ (Anand) જિલ્લામાં એલર્ટ (alert) જાહેર કરાયું છે. સાબરમતી નદીમાં (Sabarmati River) પાણીની ભારે આવક થતાં કાંઠા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને વૌઠા (Vautha) અને પાલ્લા (Palla) નજીક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સાબરમતી નદીની સપાટી હાલ 125.75 ફૂટે પહોંચી ગઈ છે. સંત સરોવરમાંથી (Sant Sarovar) 10,400 ક્યૂસેક (cusec) પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે વાસણા બેરેજના (Vasna Barrage) 3 ગેટ 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે જેથી પાણીનો પ્રવાહ જળવાઈ રહે અને નીચાણવાળા વિસ્તારોમાં જોખમ ઘટાડી શકાય. વહીવટી તંત્ર (administration) દ્વારા લોકોને નદી કિનારે ન જવા, સાવચેત રહેવા અને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. માછીમારોને પણ નદીમાં ન જવા અપીલ કરાઈ છે. કોઈપણ અફવાઓ (rumours) પર ધ્યાન ન આપવા અને માત્ર સત્તાવાર જાહેરાતો (official announcements) પર જ વિશ્વાસ કરવા વિનંતી કરાઈ છે.