મંગળવારથી પાટનગરમાં કુલ 10 સેક્ટરમાં 24 કલાક પાણી મળશે, જાણો ફરિયાદના હેલ્પલાઇન નંબર
ગાંધીનગર :
ગાંધીનગરના સેક્ટર-14 થી 29 પૈકીના 10 સેક્ટરોના રહેવાસીઓ માટે ખુશ ખબર આવી ગઈ છે. પાટનગરના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે 24 કલાક પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. અને હવે આ વિસ્તારોમાં ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ મંગળવાર ૨૪ કલાક દિવસ-રાત પાણી મળવાનું શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાણીની લાઇનોના ટેસ્ટિંગ દરમ્યાન ઠેર ઠેર લીકેજની સમસ્યા સર્જાઈ હતી. જેના લીધે હજારો લીટર પાણી વહી ગયું હતું. હવે મંગળવારથી જુના સેકટરમાં 24 કલાક પાણી અપાશે. જેથી અગમચેતી પગલાંના ભાગરુપે પાણી વહી જાય એ પહેલા જ તંત્રએ પાળ બાંધી સેકટર વાઇઝ ફરિયાદ નિવારણ નંબરો જાહેર કરી દીધા છે.
વહીવટી તંત્રે દરેક સેક્ટરમાં એક ટેકનિકલ કર્મચારી અથવા સુપરવાઇઝર અને લીકેજ રિપેર કરવા માટેની ટીમો તૈનાત રાખી છે. વિભાગે નાગરિકોને આ યોજનાને સફળ બનાવવા માટે સહકાર આપવા વિનંતી કરી છે. પાણીના શુધ્ધીકરણ માટે સરિતા હેડ વર્કસ પર 45 એમએલડી અને ચરેડી હેડ વર્કસ પર 35 એમએલડીના પ્લાન્ટ કાર્યરત કરાયો છે.
ગાંધીનગરમાં વોટર લીકેજની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર
સેકટર – 14, 15, 16, 17 અને 18 માટે મોબાઇલ : 8313032820
સેક્ટર – 21 માટે મોબાઇલ : 9313094143
સેક્ટર – 22 માટે મોબાઇલ : 8313046386
સેક્ટર – 23 અને 28 માટે મોબાઇલ : 8313031633
સેક્ટર – 24 માટે મોબાઇલ : 8313045649
સેક્ટર – 25 માટે મોબાઇલ : 8313098941