ગાંધીનગર ખાતે 22 ઓગસ્ટે દિવ્યાંગ માટે જિલ્લા કક્ષાએ રોજગાર ભરતીમેળો યોજાશે
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર, દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ગાંધીનગર તથા NCSC-DA., અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૨/૦૮/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે મ્યુનીસીપલ કોમ્યુનીટી હોલ, સૌરાષ્ટ્ર પટેલ વાડીની બાજુમાં, પોલીસ સ્ટેશન સામે, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે જીલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વ્રારા કુશળ – અર્ધ કુશળ દિવ્યાંગ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.
જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો. ૮ પાસ, ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા/બી.ઈ.(EC/ઈલેક્ટ્રીકલ/મીકેનીકલ) તથા કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતાં માત્ર મૂક બધિર તથા લોકોમોટર ડીસેબીલીટી ધરાવતાં દિવ્યાંગ ઉમેદવારો જ ભાગ લઇ શકશે. ઇચ્છુક દિવ્યાંગ ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ દિવ્યાંગ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF796328847 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો, દિવ્યાંગતા અંગેના પ્રમાણપત્રની નકલ અને ૦૫ કોપી બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારો જ ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે. વધુ માહિતી માટે ઇમેલ:dee-gnr@gujarat.gov.inવેબસાઇટ:anubandham.gujarat.gov.in સંપર્ક કરવો.