CBSEનો મોટો નિર્ણય: ૭૫% હાજરી નહીં તો પરીક્ષા નહીં!
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે કડક નિયમ જાહેર કર્યો છે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, હવેથી ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૭૫% હાજરી ફરજિયાત છે. જો વિદ્યાર્થીઓ આ નિયમનું પાલન નહીં કરે, તો તેમનું ન તો આંતરિક મૂલ્યાંકન થશે કે ન તો તેમનું પરિણામ જાહેર કરવામાં આવશે.
નવી શિક્ષણ નીતિ (NEP-૨૦૨૦) હેઠળ, બધા વિષયોમાં આંતરિક મૂલ્યાંકન (ઇન્ટરનલ અસેસમેન્ટ) કરવામાં આવે છે. CBSEએ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ સ્કૂલે નહીં આવે, તેમનું આંતરિક મૂલ્યાંકન શક્ય બનશે નહીં, જેના કારણે તેમનું પરિણામ અટકાવી દેવામાં આવશે. આ નિયમનો હેતુ શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવાનો છે.