NCC કેડેટ્સ માટે હથિયાર પ્રદર્શન: ગાંધીનગરમાં યોજાયેલા વાર્ષિક તાલીમ કેમ્પમાં ૪૯૦ કેડેટ્સે લીધો ભાગ
ગાંધીનગર: ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કંપની એન.સી.સી. દ્વારા ગાંધીનગરમાં વાર્ષિક તાલીમ કેમ્પ (એ.ટી.સી.) નં. ૧૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું નેતૃત્વ કર્નલ અમિત શાહ કરી રહ્યા છે, જેમાં કુલ ૪૯૦ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. કેમ્પના ભાગરૂપે, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ૮૫ ઇન્ફન્ટ્રી બ્રિગેડ દ્વારા એક વિશિષ્ટ હથિયાર પ્રદર્શન (Weapon Display) યોજાયું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ કેડેટ્સને જુદા-જુદા હથિયારો વિશે તકનીકી માહિતી આપવાનો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં તેમનું મહત્વ સમજાવવાનો હતો. આ પ્રદર્શનથી કેડેટ્સને સેનાના હથિયારો વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન મળ્યું.