ગુજરાત

રાજકોટમાં કલાકના હિસાબે રૂમ આપતી હોટલો સામે પગલાં લેવાશે

રાજકોટમાં કેટલીક હોટલો યુગલોને એકાંત પૂરૂ પાડવાના નામે કલાકના હિસાબે રૂમ ભાડે આપવા માટે બદનામ થઈ રહી છે. આ પ્રવૃત્તિને કારણે ઘણી વખત યુવતીઓ અને સગીરાઓ શારીરિક શોષણનો ભોગ બને છે, અને શહેરમાં જ્યારે પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે, ત્યારે આવી હોટલોનું નામ અચૂક સામે આવે છે. આ ઉપરાંત, કેટલીક હોટલોમાં કૂટણખાના પણ ચાલતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે.

પોલીસના કોઈ પણ ડર વગર ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પાછળ પોલીસની વહીવટી નીતિ મુખ્ય કારણભૂત હોવાનું મનાય છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે, ઝોન-૨ના ડીસીપીએ એ-ડિવિઝન પોલીસ મથકમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે હોટલ સંચાલકોને કેટલાક કડક નિયમો અને સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું. આગામી દિવસોમાં આ સૂચનાઓનું કેટલું પાલન થાય છે તે જોવાનું રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *