રાષ્ટ્રીય

એક રાષ્ટ્ર, એક ભાષા ક્યારેય વાસ્તવિક્તા નહીં બની શકે : જયરામ

બેંગાલુરૂ :

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દી દિવસ પ્રસંગે શનિવારે ‘એક રાષ્ટ્ર, એક ભાષા’ની વકીલાત કરતાં હિન્દીને રાજભાષા જાહેર કરવાની રજૂઆત કરી હતી. ત્યાર બાદથી દેશમાં ભાષા અંગેનો વિવાદ વકર્યો છે.

હવે જયરામ રમેશે પણ અમિત શાહના આ નિવેદનની ટીકા કરી છે અને કહ્યું કે એક રાષ્ટ્ર, એક ભાષા ક્યારેય વાસ્તવિક્તા નહીં બની શકે. બીજીબાજુ આ મુદ્દે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે આિર્થક મંદી સહિત દેશની ગંભીર સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન બીજે હટાવવા માટે ઈરાદાપૂર્વક ભાષાનો આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે રવિવારે જણાવ્યું હતું કે, આપણે કદાચ એક રાષ્ટ્ર, એક ટેક્સ હોઈ શકીએ, પરંતુ એક રાષ્ટ્ર, એક ભાષા ક્યારેય બની શકીશું નહીં. આ બાબત ક્યારેય વાસ્તવિક્તા નહીં બને. આપણે એક રાષ્ટ્ર, અનેક ભાષા છીએ. આપણે એક રાષ્ટ્ર, અનેક દેશ છીએ.

જયરામ રમેશે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને આમંત્રીત મહેમાનોને અંગ્રેજી, કન્નડ અને હિન્દી ભાષામાં સંબોધન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે હું માત્ર એક મિનિટમાં ત્રણ ભાષા બોલી શકું છું. આ બાબત માત્ર તમને એક સંદેશ આપવા માટે છે. આપણે કદાચ એક રાષ્ટ્ર – એક ટેક્સ બની શકીએ છીએ, એક રાષ્ટ્ર, એક ચૂંટણી પણ બની શકીએ, પરંતુ કોઈપણ સંજોગોમાં આપણે એક રાષ્ટ્ર, એક સંસ્કૃતિ, એક રાષ્ટ્ર એક ભાષા બની શકીએ નહીં.

બીજીબાજુ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે આ વિવાદ ઊભો કરવો એ યોજનાબદ્ધ પ્રયાસ છે, જેનાથી દેશ સામે વર્તમાન ગંભીર સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન બીજે હટાવી શકાય. તેમણે અમિત શાહના નિવેદનને બીન હિન્દીભાષી લોકોની માતૃભાષા વિરૂદ્ધ યુદ્ધઘોષ સમાન ગણાવ્યું છે.

હિન્દી રાષ્ટ્રને એક કરી શકે છે તે ધારણા આૃર્થહીન છે. મુખ્યમંત્રીએ ફેસબૂક પર લખેલી એક પોસ્ટમાં લખ્યું કે આ મુદ્દે અનેક જગ્યાએ દેખાવો થવા છતાં શાહ હિન્દી એજન્ડા પરથી હટવા તૈયાર નથી. આ સંકેત બતાવે છે કે સંઘ પરિવાર વધુ એક આંદોલનનું મંચ ખોલવાની તૈયારી કરી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દેશ માટે હિન્દીને સર્વસ્વીકૃત સામાન્ય ભાષા બનાવવાની ભલામણ કરી હતી. શાહે કહ્યું હતું કે ભાષા વૈવિધ્ય ભારતની તાકાત છે ત્યારે વિદેશી ભાષાઓ અને સંસ્કૃતિ દેશ પર ફરીથી રાજ કરી શકે નહીં તે માટે હાલ દેશમાં એક રાષ્ટ્રીય ભાષાની જરૂર છે અને તેના માટે હિન્દી જ એક એવી ભાષા છે જે રાષ્ટ્રને એક તાંતણે બાંધી શકે છે.

હિન્દીને દેશની મુખ્ય ભાષા બનાવવાનો ફરી એક વખત દક્ષિણના રાજ્યોએ તીવ્ર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે હિન્દી ભાષા તેમના પર ‘થોપવાનો’ પ્રયાસ કરાશે તો તેઓ ઉગ્ર વિરોધ કરશે. જોકે, અમિત શાહના નિવેદન બાદ કોંગ્રેસે હિન્દીને રાજભાષા બનાવવાના મુદ્દે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે અને તાત્કાલિક કોઈ ટીપ્પણી કરવાનું યોગ્ય માન્યું નહોતું.

ભૂતપૂર્વ વડાપ્રધાન જવારલાલ નહેરૂ અને વિશ્વેશ્વરાય વચ્ચે અનેક સામ્યતા હોવાનું જયરામ રમેશે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ બંને બૌદ્ધિક અખંડિતતા અને નાણાકીય સંભાવનાઓના ઉત્કૃષ્ટ મોડેલ હતા. આ બંને મૂલ્યો વર્તમાન સમયમાં જોખમમાં મૂકાયા છે.

રમેશે કહ્યું કે આધુનિક ભારતના રચઈતા નહેરૂએ મુક્ત, ઉદાર, પ્રતિનિિધ લોકશાહી, સાંપ્રદાયિક્તા અને વૈવિધ્યતામાં એકતાને મહત્વ આપનાર તથા વૈજ્ઞાાનિક અભિગમ અને આયોજનબદ્ધ આિર્થક વિકાસ જેવા મૂલ્યોમાં વિશ્વાસ મૂક્યો અને આ મૂલ્યો પર દેશને આગળ લઈ ગયા. પરંતુ આજે ચોક્કસ જૂથો તેમના પર દરરોજ હુમલા કરે છે અને તેમને તથા તેમના વારસાને બદનામ કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x