રાષ્ટ્રીય

કરૂરમાં ભાગદોડ બાદ વિજય થલપતિના ઘરને બોમ્બથી ઉડાવવાની ધમકી, ૪૦ લોકોના મોત

તમિલનાડુમાં અભિનેતા અને રાજનેતા વિજય થલપતિની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) વિવાદોમાં ઘેરાયેલી છે. કરૂરમાં તેમની રેલીમાં થયેલી ભાગદોડની ઘટના બાદ, ચેન્નઈમાં નીલાંકરઈ સ્થિત તેમના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીના પગલે ચેન્નઈ પોલીસે વિજયના ઘરની સુરક્ષા સઘન બનાવી દીધી છે અને CRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

બોમ્બની ધમકી મળતા જ બોમ્બ નિરોધક દળ (Bomb Disposal Squad) ખોજી શ્વાન સાથે તાત્કાલિક વિજયના નિવાસસ્થાને પહોંચી ગયું હતું. ઘરની ચારે બાજુ સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી, જોકે સર્ચ ઓપરેશનમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસ હાલમાં ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે અને તેના ઇરાદાની તપાસ કરી રહી છે.

બીજી તરફ, કરૂરમાં શનિવારે થયેલી ભાગદોડની ઘટનાને કારણે મૃત્યુઆંક વધીને ૪૦ થયો છે. મૃતકોમાં ૧૦ બાળકો, ૧૭ મહિલાઓ અને ૧૩ પુરુષોનો સમાવેશ થાય છે. ૬૦થી વધુ લોકો ઘાયલ છે, જેમાંથી ૨ની હાલત ગંભીર છે. વિજયે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને ₹૨૦ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *