ગાંધીનગરગુજરાત

આગામી તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫” દરમિયાન યોજાશે વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો

ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવામાં આવે છે.જે અંતર્ગત આગામી તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫” દરમિયાન વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે.જેમાં વિષયવાર દિવસની ઉજવણી જે તે સંબંધિત વિભાગો દ્વારા કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે‌‌.

વિકાસ સપ્તાહ દરમિયાન જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનારા કાર્યક્રમોની વાત કરવામાં આવે તો, શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ કૉન્કલેવ, Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, વેબિનાર, વર્કશોપ તેમજ રિસર્ચ પેપર, લખપતિદીદી અને ડ્રોન દીદીના કોલેજ અને યુનિવર્સિટીઓમાં સેમિનાર,”Swami Vivekananda Competitive Examination Study Centre” નું લોકાર્પણ વગેરે કાર્યક્રમો યોજવામાં આવશે.

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રદર્શનોનું સપ્તાહ દરમિયાન આયોજન કરાશે.તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લાદીઠ એક વિકાસરથનું આયોજન કરવામાં આવશે.ઉપરાંત જિલ્લા કક્ષાએ પંચાયત દ્વારા વિકાસ રથના માધ્યમથી ભારત સરકાર અને ગુજરાત સરકારની અગત્યની યોજનાઓનો પ્રચાર પ્રસાર, તમામ સરકારી સંસ્થાઓમાં “સ્વચ્છતા શપથ”, ગ્રામ્ય કક્ષાએ શાળાઓ અથવા સાર્વજનિક સ્થળોએ વિશેષ અતિથિની ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં જનજાગૃતિ ફેલાવવી, જિલ્લા પંચાયત તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની તમામ કચેરીઓમાં સ્વચ્છતાના કાર્યક્રમો તેમજ દફતર વર્ગીકરણ તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણને લગત આઈઈસી વિડીયો નિદર્શન, સાર્વજનિક સ્થળોએ સફાઈ ઝુંબેશ તથા પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ, સ્વચ્છ ભારત મિશન(ગ્રા) યોજનાની અસ્કયામતોના લોકાર્પણ અને ખાત મુહૂર્તનું આયોજન પણ તબક્કાવાર હાથ ધરાશે.

તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ થકી જિલ્લા, તાલુકા, સેજા અને આંગણવાડી કક્ષાએ સપ્તાહની ઉજવણી કરવાની રહેશે તેમાં આઈ.વાય.સી.એફ(Infant and young Child Feeding) અંતર્ગત “સુપોષણ સંવાદ” અને “અન્નપ્રાશન”, ધાત્રી માતાઓને શિશુ અને નાના બાળકોની ખોરાક આપવાની પદ્ધતિઓ વિશે કાઉન્સેલીંગનું આયોજન કરવાનું રહેશે. પોષણ ભી પઢાઈ ભી (PBPB)/ECCE, પૂર્ણા ૧૧ થી ૧૪ વર્ષની કિશોરીઓને પોષણ અને બિન-પોષણ સેવાઓ, પોષણ વિષયક થીમ ઉપર ભીંત સૂત્રલેખન, પોષણ શપથ, Social/Digital media Campaign વિગેરેનું આયોજન કરવાનું રહેશે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વાત કરવામાં આવે તો,
જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે, જેમાં પ્રથમ દિવસે પાક પરિસંવાદ, પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સંવાદ/વક્તવ્ય/ગોષ્ઠી, અદ્યતન ટેકનોલોજી સહિત કૃષિ પ્રદર્શન, તાલુકા કક્ષાએ પશુ આરોગ્ય મેળા, શ્રેષ્ઠ “આત્મા” ખેડૂતો/પશુપાલકોનું સન્માન તથા બીજા દિવસે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરવાનું રહેશે.

સામાન્ય વહીવટ વિભાગ(આયોજન) દ્વારા જિલ્લા કક્ષાએ ખાત મુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવાના રહેશે. જે વિભાગના સૌથી વધુ લોકાર્પણ-ખાત મુહૂર્ત કાર્યક્રમો હોય, તે વિભાગે કાર્યક્રમના સ્થળ ખાતે કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવા કાર્યવાહી કરવાની રહેશે.

તા.૦૭થી૧૫ સુધી તબક્કા વાર કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહેશે
તા.૦૭ ઓક્ટોબરના રોજ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “યુવા સશક્તિકરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે, તા.૦૮ ઓક્ટોબરના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન,તા.૦૯ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ દિવસ” તથા તા.૦૯ અને ૧૦ ઓગસ્ટના રોજ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા “ઉદ્યોગ સાહસિકતા દિવસ” તા.૧૧ના રોજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણઅને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવશે.તા.૧૨ અને ૧૩ના દિવસે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કાર્યક્રમો યોજાશે‌.તા‌.૧૪ ઓક્ટોબરે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા “કૃષિ વિકાસ દિવસ” તેમજ “રવિ કૃષિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવશે.તા‌.૧૫ ઓક્ટોબરના દિવસે સામાન્ય વહીવટ વિભાગ(આયોજન) નિર્માણ વિભાગ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત નું આયોજન કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *