પ્રાકૃતિક કૃષિ થકી પકવવામાં આવતું અનાજએ તંદુરસ્તીનું રહસ્ય
વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીની સમજ અને ઓળખ માટે સાથે મળીને ગાંધીનગર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું..
કાર્યક્રમ અંતર્ગત સૌએ પ્રાકૃતિક કૃષિ થકી પકવેલા અનાજથી બનાવેલ પૌષ્ટિક વાનગીઓ આરોગી રાસાયણિક અને પ્રાકૃતિક કૃષિ વચ્ચે તફાવત પણ અનુભવ્યો..
સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ ગાંધીનગર, રેડ ક્રોસ શાખા ગાંધીનગર, સહકાર ભારતી ગાંધીનગર અને નેચર ફર્સ્ટ ગાંધીનગર જેવી જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીની સમજ,જ્ઞાન અને ઓળખ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સંસ્થાકીય મુખ્ય હોદ્દેદારો અને સભ્યોએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ અંગે વધુમાં વધુ જાગૃતી લાવવાના હેતુથી ચર્ચા કરી હતી.જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત દેશી ગાય અને દેશી બીજના વ્યંજનોનું ભોજનનો સ્વાદ પણ ઉપસ્થિત સૌએ માણ્યો હતો.
પ્રાકૃતિક કૃષિ દ્વારા પકવેલું સ્વાદિષ્ટ અને સુગંધ વાળું પૌષ્ટિક ભોજન કરી સૌએ રાસાયણિક અને પ્રાકૃતિક કૃષિ થકી પકવવામાં આવતા અનાજ અંગે તફાવત પણ અનુભવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ થકી પકવવામાં આવતું અનાજ એ તંદુરસ્તી નું રહસ્ય છે સૌ એ વાત સાથે એક મત થયા હતાં. ઉલ્લેખનીય છે કે,આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જીલુભા ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથેજ અમૃતભાઈ પટેલ-જાખોરા,ખોડાજી ઠાકોર-મેદરા,શંકરજીભાઈ ઠાકોર-વીરા તલાવડી,મહેશભાઈ ચૌહાણ-બારીયા અને નરેન્દ્ર ભાઈ સુતરિયા-તાજપુર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હાજર રહ્યા હતાં અને તેમણે આ તકે પ્રાકૃતિક ખેતી અંતર્ગત પોતાના અનુભવો પણ વાગોળ્યા હતાં.