પંચેશ્વર મંદિરમાં બેસતા વર્ષે છપ્પન ભોગનો અન્નકુટ મહોત્સવ યોજાશે
ગાંધીનગર , શનિવાર
બેસતુંવર્ષ, તા. ૨૨-૧૦-૨૫ના દિવસે રાયસણના પંચેશ્વર મંદિરમાં ભગવાનનો છપ્પન ભોગ અન્નકુટ મહોત્સવ યોજાશે તો સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોના સૌ નાગરિક ભાઇબહેનોને દર્શન અને અન્નકુટના પ્રસાદનો લાભ લેવા પધારવા પંચેશ્વર મંદિર સમિતિ તરફથી
જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
બેસતાવર્ષના દિવસે પંચેશ્વર મંદિરમાં નિત્ય દર્શન અને અન્નકુટના વિશેષ આરતી દર્શનનો સમય આ મુજબ
રહેશે દર્શન લાભ લેવો સૌને ભાવભર્યું નિમંત્રણ છે.
● સવારે છ વાગે મંગળા આરતી.
● સવારે ૭ વાગે શ્રુંગાર આરતી.
● સવારે ૭.૧૫ થી ૭.૩૦ સમુહ સ્તુતિ પાઠ.
● સવારે ૮.૪૫થી ૯ સુધી મંદિરનું દ્વાર બંધ રહેશે.
● સવારે ૯ વાગ્યે ભવ્ય છપ્પન ભોગનાં દર્શન અને અન્નકુટ આરતી .
● અન્નકુટ દર્શન સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી થશે.
● સાંજે ૭ વાગે સંધ્યા આરતી અને અન્નકુટના પ્રસાદનું વિતરણ.
● રાત્રે ૯ વાગે શયન આરતી .
કાળીચૌદશ એ હનુમાનજી મહારાજનો જન્મ દિવસ હોઇ પંચેશ્વર મંદિરમાં કાળીચૌદશના દિવસે સવારે ૧૦ વાગે અને રાત્રે ૯ વાગે શ્રી સુંદરકાંડનું સમુહ ગાન કરવામાં આવશે. દિવાળીના દિવસે રાત્રે આ વિસ્તારના રહીશો સમૂહમાં પંચેશ્વર મંદિર આવીને મંદિરના પટાંગણમાં રંગબેરંગી ફટાકડા ફોડી આતશબાજી કરી દિવાળીની ઉજવણી કરવાનું આયોજન હોઇ રાયસણ રાંદેસણના રહીશોને
પંચેશ્વર મંદિરમાં આવીને સમૂહમાં ફટાકડા ફોડી દીપોત્સવને ઉજવવા જાહેર વિનંતી કરાઇ છે .