ગાંધીનગર

ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા કો-ઓર્ડીનેટરની હંગામી નિમણૂક કરાશે

ગુજરાતના યુવાનોનું સંરક્ષણ દળો (Defence Forces) માં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી મહિનામાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

આ તાલીમવર્ગના સમગ્ર સંચાલન માટે જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા કો-ઓર્ડીનેટરની તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

સ્નાતક પુરૂષ ઉમેદવારો માટેની તક: ₹20,000ના ફિક્સ માનદ વેતનથી નિમણૂક

  • પદ: કો-ઓર્ડીનેટર (તાલીમવર્ગના સંચાલન માટે)
  • યોગ્યતા: સ્નાતક (Graduation) પુરૂષ ઉમેદવારો.
  • નિમણૂકનો પ્રકાર: તદ્દન હંગામી ધોરણે (Fixed Term).
  • માનદ વેતન: ₹20,000/- (ફિક્સ).

રસ ધરાવતા અને લાયક પુરૂષ ઉમેદવારોએ અરજીપત્રક તથા વિગતવાર માહિતી મેળવવા માટે જાહેરાત પ્રસિદ્ધ થયાના 7 દિવસની અંદર જિલ્લા રોજગાર કચેરી, ‘સી’ વિંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમની બાજુમાં, સિવિલ હોસ્પિટલની સામે, સેક્ટર-11, ગાંધીનગર ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *