ગાંધીનગરમાં ઑલ ઈન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાશે
ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સે ૭ માં ગવર્મેન્ટ કોમ્યુનિટી હોલ ખાતે સ્વ. ઈશાન દવે મેમોરિયલ ઑલ ઈન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ખેલાડીઓ ભાગ લેશે. પહેલી જાન્યુઆરીને ધ્યાને રાખીને ૮ વર્ષ, ૧૧ વર્ષ, ૧૩ વર્ષ, ૧૬ વર્ષ તથા ઓપન કેટેગરીના અલગ-અલગ વયજૂથમાં યોજાનાર આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા એન્ટ્રી મોટેની છેલ્લી તા. ૧૦ જાન્યુઆરી રાખી છે. સ્પર્ધકોને ચેસ સેટ પોતાનો લાવવાનો રહેશે. વધુ વિગત માટે જિલ્લા ચેસ એસોસિએશનના સેક્રેટરી શૈલેષભાઈ નાયકનો મો. ૯૯૦૯૯૪૦૬૧૨ અથવા જેરિઅલ ઇવાન્સનો મો. નં. ૭૦૧૬૦૯૧૯૬૧ પર સંપર્ક કરવો.

 
			