ગુજરાત

વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાુને રાખી માત્રને માત્ર રાજકીય દૃષ્ટિીબિંદુથી મોટર વાહન અધિનિયમનો અમલ હાલ પૂરતો મોકુફ રાખતી ભાજપ સરકાર

અમદાવાદ :
હર હર મોદી, ઘર ઘર મોદી‘ના નારા ગાનારા કેટલાય લોકો આજે ‘હર હર મેમો, ઘરે ઘરે મેમો‘ ની સ્થિતિનો સામનો કરી રહ્‌યા છે.
તાજેતરમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત દંડની રકમમાં ભાજપ સરકાર દ્વારા જે તોતિંગ વધારો કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે તેવી માંગણી કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારને પ્રજાએ સંપૂર્ણ બહુમત આપ્યો પરિણામે લોકસભાની ચૂંટણીના આંગળીના વેઢે ગણી શકાય તેટલા સમયમાં પ્રજાના ખિસ્સા ખંખેરવા માટે ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડની કેન્દ્ર સરકારે જોગવાઈ કરી છે અને જોગવાઈ કર્યા બાદ રાજકીય દબાણ ઉભું થયું એટલે એ રકમને ઘટાડવા માટે રાજ્યંની ભાજપ સરકારે નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારત સરકારના વાહનવ્યવહાર મંત્રીએ સ્પષ્ટ તા કરી છે કે, કેન્દ્ર કાયદામાં નક્કી કરેલ દંડ કોઈ સરકાર ઘટાડી શકે નહીં ત્યારે હવે ગુજરાતમાં સાત જેટલી પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય સ્વાર્થ માટે આ કાયદાનો અમલ હાલ પૂરતો મોકુફ રાખવાની સરકારે જાહેરાત કરી છે. ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ના નારા ગાનારા કેટલાય લોકો આજે ‘હર હર મેમો, ઘરે ઘરે મેમો’ની સ્થિતિનો સામનો કરી રહ્‌યા છે. લોકોના પરસેવાની કમાણી લોકોના ખિસ્સમાંથી વસુલવાનો સરકારે આ કાયદા હેઠળ દંડની જોગવાઈઓ વધારી પોતાને મળેલ સત્તાનો દુરુપયોગ કર્યો છે. લગામ વગરની સરકાર આર્થિક વ્યવસ્થાપનમાં નિષ્ફેળ નીવડી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે મંદીની મોકાણ છે, મોંઘવારીનો માર છે, ૪૫ વર્ષની ઊંચાઈએ બેરોજગારીનો આંક પહોંચ્યો છે ત્યારે પોતાના જાહેર કાર્યક્રમો, પ્રચારના કાર્યક્રમો અને પ્રવાસોનો ખર્ચ પ્રજા પાસેથી વસુલવાનો ભાજપ સરકારના પ્રયાસનો ગુજરાતની પ્રજા આવતા સમયમાં સખત વિરોધ કરશે અને ગુજરાતની પ્રજાનો જનઆક્રોશ આવતા દિવસોમાં ક્યાંક ભાજપની સ્પષ્ટશ બહુમતીવાળી સરકારના પાયા હચમચાવશે એટલે પ્રજાના જનઆક્રોશને ધ્યાનને લઈ હાલ પૂરતો ભાજપ સરકારે નિર્ણય કદાચ મોકુફ રાખ્યો્ હોય પરંતુ આવતા દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્ને સખતમાં સખત વિરોધ કરશે.
શ્રી ધાનાણીએ સરકાર સમક્ષ માંગણી કરતાં જણાવ્યું્ હતું કે, સમગ્ર રાજ્યરમાં ટોલ ટેક્સનું ટેરરીઝમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. દરેક શહેરમાં પૂરતા પ્રમાણમાં વાહન પાર્કિંગની વ્યસવસ્થા કરવામાં આવે અને જ્યાં સુધી વાહન પાર્કિંગની યોગ્યા વ્યરવસ્થા ન થાય ત્યાંપ સુધી ‘ટોઈંગ’ના નામે વાહન ચાલકો પાસેથી વસુલાતો દંડ બંધ કરવામાં આવે. રાજ્યની શહેરી પ્રજાને હેલ્મેટની ઉપાધિમાંથી સંપૂર્ણ મુક્તિ્ આપવામાં આવે. જુના વાહનોને પીયુસીના નામે થતી હેરાનગતિ બંધ કરવામાં આવે અને નવા વાહનોને એડવાન્સમ સ્ટાન્ડર્ડ મુજબ જ તૈયાર કરવામાં આવે. ગુજરાતમાં મોંઘા પેટ્રોલ-ડીઝલની પીડાને નાબુદ કરવા પેટ્રોલ-ડીઝલને વેટના કર માળખામાંથી મુક્તત કરવામાં આવે. નબળા રોડ-રસ્તા માટે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટાર સામે આર્થિક અને ફોજદારી દંડની જોગવાઈ કરવામાં આવે. મોટર વ્હી્કલ એક્ટા અંતર્ગત નવા નિયમો, કાયદા અને ધારાધોરણોનું સરકારી વાહનોમાં પાલન કરાવવા માટે તેની ચકાસણી કરાવવામાં આવે અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકીય કાર્યક્રમોમાં જે સરકારી વાહનોનો દુરુપયોગ થાય છે તેને તાત્કાલિક બંધ કરવો જોઈએ. પ્રજા માટે સાર્વજનિક પબ્લિક ટ્રાન્સપોર્ટની યોગ્ય વ્યવસ્થા ઉભી કરી તેનો વ્યાપ વધારવો જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાહેર રસ્તાઓ ઉપર દરેક જગ્યાએ સાઈનબોર્ડ મૂકવામાં આવે, સિગ્નલોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, આડેધડ ઉભા થતા બમ્પ્અને ઈજનેરી ધારાધોરણોનું પાલન સંપૂર્ણપણે પાલન કરવામાં આવે.
શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં ‘મિસ કોલ’ કેમ્પેઈન શરૂ કર્યું છે. એક જ દિવસના ચોવીસ કલાકમાં એક લાખ ચોવીસ હજાર કરતાં વધુ લોકોએ કોંગ્રેસ પક્ષના ટ્રાફિકના નિયમો વિરુદ્ધના કેમ્પેંઈનમાં પોતાનો સુર પુરાવ્યો છે. આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ જ કેમ્પેઈનને ‘સિગ્નેચર’ કેમ્પેઈનથી સમગ્ર ગુજરાતમાં તાલુકા અને શહેરોમાં આગળ ધપાવીશું તેમ છતાં સરકાર મોટર વ્હીકલ એક્ટના દંડનીય વધારા સંપૂર્ણ રદ્દ નહીં કરે તો આવતા દિવસોમાં દરેક જિલ્લા-તાલુકા-નગરપાલિકાના વડામથકે મુખ્ય માર્ગો પર પ્રતીક સવિનય કાનુન ભંગ સહિતના આક્રમક કાર્યક્રમોથી કોંગ્રેસ પક્ષ મંદી, મોંઘવારી અને બેરોજગારી વચ્ચે જે દંડની રકમમાં અસહય વધારો કર્યો છે તેનો આક્રમકતાથી વિરોધ કરશે.
રાજ્યમાં નોંધાયેલ વાહનોની સંખ્યા
વાહનનો પ્રકાર સંખ્યા
ટુ વ્હીલર ૧૮૪૪૮૩૭૧
ઓટો રીક્ષા ૮૪૮૦૦૦
મોટર કાર ૩૦૧૧૦૦૦
માલવાહક ૧૨૦૦૦૦૦
ટ્રેક્ટર ૭૭૩૦૦૦
કુલ ૨૪૨૮૦૩૭૧
રાજ્યમાં વાહનોમાં વપરાતા ફ્યુઅલની માહિતી (વાર્ષિક)
ફ્યુઅલનો વપરાશ વાહનચાલકોના ખર્ચ ટેક્ષ પેટે વસુલાત (વાર્ષિક)
પેટ્રોલ ૫૯૮.૮૦ લાખ (લિટર) ૧૦૧૭૯.૬૦ કરોડ (રાજ્ય સરકાર રુ. ૧૭ ટેક્સ)
ડીઝલ ૮૮૬.૩૨ લાખ (લિટર) ૧૫૦૬૭.૪૪ કરોડ (રાજ્ય સરકાર રુ. ૧૭ ટેક્સ)
સીએનજી ૨૭૬.૩૬ લાખ (કિ.ગ્રા.) ૧૧૦૫.૪૪ કરોડ (રાજ્ય સરકાર રુ. ૪ ટેક્સ)
કુલ ૨૬૩૫૨.૪૮ કરોડ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x