ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા તા. ૬/૧૨/૨૦૨૫ના રોજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવવા બાબતે
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે પ્રેરીત તથા કમિશનરશ્રી, યુવક રોવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા વર્ષ ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ૭ થી ૧૦ વર્ષના બાળકો “અ” વિભાગ, તથા “બ” વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષના બાળકો અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં વતૃત્વ, નિબંધ, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, રાર્જનાત્મક કારીગીરી, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિયન, લોકગીત, ભજન, સમુહગીત અને લોકનૃત્ય જેવી કૃતિનો સમાવેશ થશે. ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ ૬/૧૨/૨૦૨૫ સુધી જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી સહયોગ સંકુલ “સી” વિંગ્સ, છઠ્ઠે માળ, પથિકાશ્રમ પાસે, ગાંધીનગર ખાતે અરજી કરવાની રહેશે. જન્મ તારીખનાં પુરાવા માટે આધાર કાર્ડ/જન્મ તારીખના દાખલાની નકલ સામેલ રાખવાની રહેશે સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોધ લેવી.

