જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂપાલ ગામે વરદાયિની માતાજી મંદિર તથા કપિલેશ્વર મહાદેવ મંદિર આસપાસ સ્વચ્છતા ઝુંબેશ સાથે ખાદ્ય પદાર્થોની આકસ્મિક ચકાસણી કરાઈ
ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં વિવિધ વિસ્તારમાં મહિલા વહીવટીતંત્ર દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત તા.૦૩/૧૨/૨૦૨૫ના રોજ ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે વરદાયિની માતાજીના મંદિરની આસપાસના વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમને સંકલનમાં રાખી મંદિરની આજુબાજુમાં આવેલ દુકાનો, લારી ગલ્લાઓમાં વેચાણ થતા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી.
અભિયાન હેઠળ આજ રોજ કપિલેશ્વર મહાદેવ મંદિર પરિસર આસપાસના વિસ્તારમાં સ્વયંભૂ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે આસપાસના વિસ્તારમાં મંદિરના કામે વેચાણ કરવામાં આવતી વસ્તુઓના ભાવ નિયંત્રણની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા સાથે જ ખાદ્ય પદાર્થોની પણ ચકાસણી કરી નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર લેવામાં આવી રહી છે.

