Gandhinagar: ઈકોગાડીના ચાલક સામે ગુનો દાખલ, રાહદારીઓનું જીવન જોખમમાં મૂકવાનો આરોપ
ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં મોટા ચિલોડા સર્કલ, હિંમતનગર કોર્નરના રોડ ઉપર આવતા-જતા વાહનો અને રાહદારીઓનું જીવન જોખમમાં મુકાય તેવી હાલતમાં કાર ઊભી રાખવા બદલ એક ઈકો (Eeco) ગાડીના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગેની ફરિયાદ 6 ડિસેમ્બર 2025ના રોજ ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ વાહન ચેકિંગ અને પેટ્રોલીંગમાં હતી, આ દરમિયાન , RJ 27 CM 6489 નંબરની ઈકો ગાડીના ચાલક નારાયણભાઈ બાબુલાલ મીણા (ઉંમર આશરે 33 વર્ષ, રહે. ધારેટા ટોકર સરાડા, ઉદયપુર, રાજસ્થાન ) એ પોતાની ગાડી રોડ પર અડચણરૂપ અને જોખમકારક રીતે ઊભી રાખી હતી.
આ ગુનો શનિવારે 6 ડિસેમ્બર 2025ના રોજ મોટા ચિલોડા ગામમાં બન્યો હતો. આરોપી પાસેથી વાહનના કાગળો માંગવામાં આવતાં, તેની પાસે હાજર ન હોવાનું જણાયું હતું. આ અંગે ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.S) ની કલમ 285 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કેસની વધુ તપાસ ચિલોડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

